ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ નારાયણ રાણે સામે નાશિકમાં ગુનો નોંધાયો છે. હવે તેમની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. એથી ભડકી ગયેલા નારાયણ રાણેએ એવો સવાલ કર્યો છે કે ધરપકડ કરવા હું શું સામાન્ય માણસ છું? ધરપકડનો આદેશ કાઢનારા શું રાષ્ટ્રપતિ છે?
નારાયણ રાણે દેશના માનદ પ્રધાન છે એથી તેમની ધરપકડ કાયદેસર પેચ થઈ શકે છે. એથી પ્રશ્ન એવો નિર્માણ થયો છે કે લોકલ પોલીસ તેમની ધરપકડ કરી શકે કે નહીં? આ સામે નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું છે કે નારાયણ રાણે રાજ્યભાના સાંસદ છે,એથી તેમની ધરપકડ બાદ રાજ્યસભાના અઘ્યક્ષ રહેલા ઉપરાષ્ટ્રપતિને એ બાબતે માહિતી આપવામાં આવશે. એ સાથે જ ઇન્ટેલિજન્સ બ્યુરો, SIT, જિલ્લાદંડાધિકારી, ન્યાય દંડાધિકારી તમામ લોકોને નિયમ મુજબ માહિતી આપવામાં આવશે.
આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો
બંધારણ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને સામે ક્રિમિનલ કેસમાં ધરપકડની કાર્યવાહી કરી શકાતી નથી. બાકીના લોકો માટે બંધારણમાં આ જોગવાઈ નથી. કાયદાકીય નિયમ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. તેમની ધરપકડની આવશ્યકતા કેમ નિર્માણ થઈ એની સંપૂર્ણ માહિતી આદેશમાં જણાવવામાં આવી છે.