ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
તાલિબાને અમેરિકાને સીધે સીધી ધમકી આપી દીધી છે કે તેમને એક પણ દિવસ વધારે આપવામાં નહીં આવે.
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ બાયડને 31 ઓગસ્ટે અફઘાનિસ્તાન છોડવાની વાત કરી ચૂક્યા છે. બાઈડનના પોતાની વાતથી ફરી જવાનો કોઈ મતલબ નથી.
તાલિબાને સ્પષ્ટ કહ્યું છે કે 31 ઓગસ્ટથી એક દિવસ વધારે સમય નહીં વધારવામાં આવે.
જો 31 ઓગસ્ટથી એક દિવસ વધારે મોહલત અમેરિકા અને બ્રિટન માંગે છે તો તેમને જવાબ ના હશે અને સાથે ગંભીર પરિણામ ભોગવવા પડશે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી કાબૂલ એરપોર્ટ પર હતાશા જોવા મળી છે. લોકો તાલિબાનથી બચવા માટે બધુ જ છોડીને પોતાનો જીવ જોખમમાં નાંખવા માટે તૈયાર થઇ રહ્યા છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું હવે આ નામ રાખવામાં આવશે, ડેપ્યુટી સીએમએ આપી જાણકારી