અફઘાનિસ્તાનની સ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે તોડ્યું મૌન, દેશની હાલત માટે બાયડનને ઠેરવ્યા જવાબદાર ; કરી આ માંગણી 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

સોમવાર

તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. હવે આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

ટ્રમ્પે કહ્યું છે કે તાલિબાન સામે લડવાની હિંમત દર્શાવ્યા વગર કાબુલની હાર અમેરિકાની અત્યાર સુધીની સૌથી મોટી હાર માનવામાં આવશે.

બાઇડેનના રાજીનામાની માંગણી કરતા ટ્રમ્પે કહ્યું કે જો બાઇડેને અફઘાનિસ્તાન સાથે જે કર્યું તે દંતકથા છે. 

આ એક એવો સમય છે જ્યારે બાઇડેને તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, કારણ કે અફઘાનિસ્તાનમાં તેમણે તે બધું કરવાની મંજૂરી આપી છે જે થવું જોઈતું ન હતું.

ઉલ્લેખનીય છે કે રાજધાની કાબુલ કબજે કર્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો.  

કાબુલ છોડીને જવાની જહેમતમાં જીવ ગયો, ઊડતા પ્લેનની વિંગ પર બેઠેલા નાગરિક ધડામ દઈને નીચે પડ્યા; જુઓ વીડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More