ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ આજથી પોતાની લોકલ ટ્રેન સવિર્સ વધારીને 95 ટકા સુધી કરી નાખી છે. આજથી પહેલાંની માફક લોકલ ફરી દોડી રહી છે. આજથી વેસ્ટર્નમાં 1,300 જેટલી સબર્બન ટ્રેન તો સેન્ટ્રલ રેલવેમાં આજથી 1,686 સબર્બન ટ્રેન દોડી રહી છે. આજે બૅન્ક હોલિડે હોવા છતાં લોકલ ટ્રેનમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. એને જોતાં મુંબઈમાં ત્રીજી લહેરનું આગમન બહુ જલદી થઈ જાય એવી ચેતવણી જોકે નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
કોરોનાને પગલે લોકલ ટ્રેન ફક્ત અત્યાવશ્યક સેવા પૂરી પાડનારા કર્મચારીઓ માટે હતી. અત્યાર સુધી વેસ્ટર્ન રેલવેની મુંબઈ ડિવિઝનમાં 1,201 ટ્રેન દોડતી હતી. હવે 99 સર્વિસનો ધારો કરવામાં આવ્યો છે, એટલે કે આજથી વેસ્ટર્ન રેલવેની 1,300 જેટલી સબર્બન ટ્રેનની સેવા ઉપલબ્ધ રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલાં વેસ્ટર્ન રેલવેની રોજ 1,367 લોકલ ટ્રેન સર્વિસ હતી.
સેન્ટ્રલ રેલવે આજથી પોતાના મુંબઈ ડિવિઝનમાં 1,686 ટ્રેન સેવા કરી નાખી છે. અત્યાર સુધી સેન્ટ્રલમાં 1,612 લોકલ સર્વિસ ચાલી રહી હતી. એમાં 74 ફેરા વધારીને એ હવે 1,686 કરી નાખવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના પહેલાં સેન્ટ્રલ દ્વારા રોજની 1,774 લોકલ ટ્રેન દોડાવવામાં આવતી હતી.
મુંબઈમાં આ ગતિએ જ કોરોના વધ્યો તો છેક પાંચ વર્ષે કેસ બમણા થશે; જાણો વિગત
વેક્સિનના બંને ડોઝ લીધેલા નાગરિકોને 15મીઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. રવિવાર અને સોમવારે હોલિડે હોવાથી લોકલ ટ્રેનમાં ભીડ જણાઈ નહોતી, પરંતુ મંગળવારથી ટ્રેનમાં મોટા પ્રમાણમાં ભીડ થવાની શક્યતા છે. એથી રેલવે દ્વારા લોકલ સવિર્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. કોરોનાની બીજી લહેરને પગલે એપ્રિલ 2021થી સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેન ફરી બંધ કરી દેવામાં આવી હતી.