288
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
ભારે વિવાદ બાદ ટ્વિટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે.
દિલ્હીની નવ વર્ષની રેપ પીડિતાના પરિવારજનોની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધુ હતુ. પછી તેને લૉક કરી દીધુ હતુ.
સુત્રો અનુસાર આ તસવીર શેર કરવા માટે કોંગ્રેસના જે અન્ય નેતાઓના ટ્વિટર હેન્ડલ લૉક કરવામાં આવ્યા હતા તેમણે પણ રિસ્ટોર કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને અન્ય પાર્ટીના નેતાઓના હેન્ડલ લૉક થયા બાદ કોંગ્રેસે ટ્વિટર પર પ્રહાર કર્યા હતા.
You Might Be Interested In