ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
પશ્ચિમ બંગાળમાં ભાજપને પછડાટ આપ્યા બાદ મમતા બેનર્જીની બ્રાન્ડ વેલ્યુ વધી છે, તેની આંત૨૨ાષ્ટ્રીય સ્ત૨ે નોંધ લેવાવા લાગી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીને આગામી 6 અને 7 ઓકટોબરે ૨ોમમાં આયોજિત કાર્યક્રમમાં હાજ૨ ૨હેવા આમંત્રણ મળ્યુ છે.
આ કોન્ફરન્સમાં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ તેમજ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ હાજરી આપે તેવી શક્યતા છે.
મમતા બેનરજીને રોમના કેથોલિક સંગઠન કોમ્યુનિટી ઓફ સેન્ટ એજિડિઓના પ્રમુખે આમંત્રણ મોકલ્યુ છે. જેમાં મમતા બેનરજીને તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આાવ્યા છે.
દસ વર્ષમાં સામાજિક ન્યાય અને શાંતિની સ્થાપના માટે તેમણે કરેલી કામગીરીના પણ સંગઠને વખાણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે મમતા બેનરજી એક માત્ર ભારતીય નેતા છે જેમને આ કોન્ફરન્સ માટે આમંત્રણ મળ્યુ છે.
કોરોનામાં માતા-પિતા ગુમાવી દેનારા વિદ્યાર્થીઓ માટે વસઈની આ કૉલેજે લીધું આ પગલું; જાણો વિગત