ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સ્ટાર પ્લસની પૉપ્યુલર સિરિયલ ‘અનુપમા’માં દર્શકોને હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ડાન્સ પર્ફોર્મન્સ પહેલાં, કાવ્યા પાખીને અધવચ્ચે છોડી દે છે, ત્યાર બાદ અનુપમા તેને સપોર્ટ કરે છે. અહીં પારિતોષ ઘરમાં ઘણો હંગામો કરે છે અને પરિવારના સભ્યોને ખરીખોટી સંભળાવે છે. પારિતોષ પોતાની રીતભાત સંપૂર્ણપણે ભૂલી જાય છે. વનરાજ તેના પુત્રને સમજાવે છે, પણ તે તેની વાત સાંભળતો નથી. પારિતોષ એક પછી એક ઘરના તમામ સભ્યોનું અપમાન કરે છે. પારિતોષ પાખીને સેલ્ફિશ અને સમરને નાચવાવાળો કહે છે. તે ગુસ્સામાં કિંજલને ખરીખોટી સંભળાવે છે. પારિતોષ અનુપમાને કહે છે કે તમારામાંથી મસાલાની ગંધ આવે છે અને તમને અંગ્રેજી બોલતાં પણ આવડતું નથી. પારિતોષ તેની માતાને ગમે તેમ બોલતો હોય છે ત્યારે વનરાજ પારિતોષને લાફો મારે છે અને પારિતોષ જમીન પડી જાય છે.
સલમાન ખાન મીરાબાઈ ચાનુ સાથેના ફોટોને લઈને એક વાર ફરી થયો ટ્રોલ
આવનારા એપિસોડમાં તમે જોશો કે પારિતોષ ગુસ્સામાં તેના રૂમમાં જતો રહે છે. કિંજલ તેના વતી સમગ્ર પરિવારની માફી માગશે. કિંજલ રૂમમાં પારિતોષ પાસે જઈને તેને મનાવવાનો પ્રયત્ન કરશે, પણ પારિતોષ કંઈ સમજવા તૈયાર નહિ થાય. ગુસ્સામાં પારિતોષ કિંજલને પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવશે. બૅગ પૅક કરતી વખતે, તે ઘર છોડવાનું કહેશે. આ સાથે તે કિંજલને પોતાનો રસ્તો પસંદ કરવા કહેશે કે તે પરિવાર સાથે રહેવા માગે છે કે પછી પતિ સાથે. કિંજલ તૂટી જશે, તે સમજી શકશે નહીં કે તેણે કોની પસંદગી કરવી જોઈએ. બીજી બાજુ, બા-બાપુજી પણ ઘર છોડવાનો નિર્ણય કરશે. બા-બાપુજીને અનુપમા-વનરાજ મનાવવાનો પ્રયત્ન કરશે. ઘણી સમજાવટ પછી, બંને સંમત થશે અને કહેશે કે તેઓ ઘરમાં જ રહેશે, પરંતુ કોઈ બાબતમાં કંઈ કહેશે નહીં. અનુપમા-વનરાજ ઘરમાં ચાલી રહેલી પરિસ્થિતિ જોઈને તૂટી જશે. બીજી બાજુ, કાવ્યાને લાગશે કે તેની ભૂલ પારિતોષના ચક્કરમાં છુપાઈ ગઈ છે અને તે ઘરની પરિસ્થિતિઓનો આનંદ માણશે. બીજી બાજુ, પારિતોષ અને કિંજલ ઘર છોડવા માટે તૈયાર થઈ જશે. કિંજલને ના છૂટકે તેના પતિની પસંદગી કરવી પડશે. અનુપમા ભારે હૃદયથી કિંજલ-પારિતોષને વિદાય આપશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે અનુપમા તેના પરિવારની એકતાને બચાવવા માટે શું કરશે.