ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
રાજકારણ અને ચૂંટણીમાં અપરાધિકરણ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 9 રાજકીય પક્ષોને અવમાનના દોષી ઠેરવ્યાં છે.
ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની વિગતો જાહેર ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને ભાજપ સહિતના 8 રાજકીય પક્ષોને 1-1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે બિહાર વિધાનસભાની ગયા વર્ષની ચૂંટણીમાં આદેશ ન માનનાર સીપીએમ અને એનસીપીને 5-5 લાખનો દંડ કર્યો છે.
બિહાર ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ જાહેર કરવાના આદેશનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે.
સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહની અંદર ચૂંટણી પંચને દંડની રકમ જમા કરવા માટે કહ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં તે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરે. નહીં તો આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે.