મહારાષ્ટ્રમાં શું હૉટેલિયરોને મોડે સુધી હૉટેલ ખુલ્લી રાખવાની મંજૂરી મળશે?  ટાસ્ક ફોર્સની બેઠકમાં ચર્ચા થઈ, પરંતુ સરકાર મંજૂરીને લઈ દ્વિધામાં; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં બ્રેક ધ ચેઇન હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાતના 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે મંદિર, ધાર્મિક સ્થળો અને મૉલ્સને ખોલવા તથા હૉટેલ અને રેસ્ટોરાંને મોડે સુધી ખુલ્લી રાખવા બાબતે સરકારે કોઈ જાહેરાત કરી નહોતી. આ દરમિયાન સોમવારે સરકારે ટાસ્ક ફોર્સ સાથે મિટિંગ કરી હતી, જેમાં આ મુદ્દાઓ પર  ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. જોકે સરકાર  હજી સુધી કોઈ નિર્ણય પર પહોંચી શકી ન હોવાનું કહેવાય છે.

બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હૉટેલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવા ઉતાવળ નહીં કરવા પર ભાર આપ્યો હોવાનું કહેવાય છે. કોરોનાના દર્દીની સંખ્યામાં હજી ઘટાડો થવાની સાથે જ પૉઝિટિવિટી રેટમાં હજી ઘટાડો થાય તો તબક્કાવાર છૂટ કેવી રીતે આપવી એના પર તેમણે ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરી હતી. જોકે હૉટેલોનું પ્રતિનિધિત્વ કરતી આહાર સંસ્થાના પ્રેસિડન્ટ શિવાનંદ શેટ્ટીએ કહ્યું હતું કે સરકાર હૉટેલ અને રેસ્ટોરાંને ખુલ્લાં રાખવાની સમયમર્યાદા વધારી આપશે એવો અમારો અંદાજો છે. મુખ્ય પ્રધાન સાથે અમારી ચર્ચા થઈ હતી, તેમણે અમને આશ્વસન આપ્યું હતું. એથી કદાચ આજ સુધીમાં હૉટેલ ઇન્ડસ્ટ્રી માટે પૉઝિટિવ ન્યુઝ આવે એવી અમારી અપેક્ષા છે.

બાપરે! મહારાષ્ટ્રની બજારમાં મળતા આટલા ટકા ખાદ્ય પદાર્થ ખાવાને લાયક નથી હોતા, ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની ચોંકાવનારી માહિતી; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More