ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,9 ઓગસ્ટ 2021
સોમવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની દરિયાઈ સુરક્ષા પર એક ઓપન ડિબેટની ડિજિટલ માધ્યમથી અધ્યક્ષતા કરશે.
આ ડિબેટનો વિષય 'દરિયાઈ સુરક્ષા વધારવી-આંતરરાષ્ટ્રીય શાંતિ તેમજ સુરક્ષાની દેખરેખ માટે એક મુદ્દો' હશે.
આ ડિબેટમાં UNSCના સભ્ય દેશોના રાષ્ટ્રઅધ્યક્ષો અને ત્યાંની સરકારોના સામેલ થવાની સંભાવના છે. આમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારી અને પ્રમુખ ક્ષેત્રીય સંગઠનોના પણ સામેલ થવાની સંભાવના છે.
પીએમઓએ જણાવ્યું કે, 'સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઓપન ડિબેટની અધ્યક્ષતા કરનારા નરેન્દ્ર મોદી પહેલા ભારતીય પ્રધાનમંત્રી હશે.
યુએનએસસીએ દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ ગુનાના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને અનેક ઠરાવો પસાર કર્યા છે. પરંતુ આ પ્રથમવાર થશે જ્યારે સમુદ્રી સુરક્ષા પર ઉચ્ચ સ્તરીય અને ખુલ્લી ચર્ચા ગાઢ રીતે થશે.
મહત્વનું છે કે ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે યૂએનએસસીની અધ્યક્ષતા કરી રહ્યું છે. એક ઓગસ્ટથી ભારતે આ જવાબદારી સંભાળી છે.
યૂએનએસસીમાં માત્ર પાંચ સ્થાયી સભ્યો અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. વર્તમાનમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે.
ટીવી જગતથી આવ્યા ખરાબ સમાચાર; આ દિગ્ગજ અભિનેતા નું થયું નિધન