ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોનાના ઍક્ટિવ કેસમાં પણ ધરખમ ઘટાડો થઈ ગયો છે, પરંતુ મુંબઈનો અંધેરી વિસ્તાર સૌથી જોખમી બની રહ્યો છે. કોરોનાનાં સૌથી વધુ મૃત્યુ અંધેરી (ઈસ્ટ)માં થયાં છે. છેલ્લા દોઢ વર્ષમાં અંધેરી (ઈસ્ટ)માં 1,232 લોકોનાં મૃત્યુ કોરોનાને પગલે થયાં છે.
મુંબઈમાં એક સમયે કોરોનાના હૉટ સ્પૉટ ધારાવી, માહિમ જેવા વિસ્તારો હતા. જોકે આ વિસ્તારોમાં કોરોનાને નિયંત્રણમાં લેવામાં પાલિકાને સફળતા મળી હતી. હાલમાં અંધેરી, બોરીવલી, કાંદિવલી કોરોનાનો હૉટ સ્પૉટ બની ગયા છે. પાલિકાના ભારે પ્રયાસ બાદ પણ આ વિસ્તારમાં કોરોનાના કેસ વધી જ રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં અત્યાર સુધી સૌથી વધુ કોરોના કેસ અંધેરીમાં નોંધાયા છે અને સૌથી વધુ મૃત્યુ પણ અંધેરીમાં જ નોંધાયાં છે. પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીના કહેવા મુજબ અંધેરી (ઈસ્ટ) અને (વેસ્ટ) બંને એરિયા કૉમર્શિયલ છે. મોટા પ્રમાણમાં ઑફિસો આવેલી છે. આ વિસ્તારમાં બહારથી આવનારા લોકોનું પ્રમાણ વધારે છે. એથી અહીં કોરોના ફેલાવાનું જોખમ વધારે રહ્યું છે.
સુપ્રીમો શરદ પવાર કર્ણાટક ની મુલાકાતે. આ મોટા નેતા સાથે કરી બેઠક.
હાલ મુંબઈના 24 વૉર્ડમાં સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ 390 કેસ K-વેસ્ટ વૉર્ડના અંધેરીમાં છે. છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈમાં કોરોનાથી 15,929 લોકોનાં મૃત્યુ થયાં છે. એમાં K-ઈસ્ટ વૉર્ડના અંધેરીમાં સૌથી વધુ મૃત્યુ 1,232 થયાં છે. ત્યાર બાદ બીજા નંબરે S વૉર્ડમાં 1,028 મૃત્યુ થયાં છે. આ વૉર્ડમાં ભાંડુપ, કાંજુરમાર્ગ, પવઈ અને વિક્રોલીનો સમાવેશ થાય છે.
K-ઈસ્ટ વૉર્ડમાં અંધેરી (ઈસ્ટ), જોગેશ્વરી (ઈસ્ટ) અને વિલેપાર્લે (ઈસ્ટ) વિસ્તારનો સમાવેશ થાય છે. અત્યાર સુધી K-ઈસ્ટ વૉર્ડમાં કોરોનાના ઓવરઑલ 44,452 દર્દી નોંધાયા હતા. એમાં હાલ 229 કોરોનાના ઍક્ટિવ કેસ છે.