ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય મહિલા હૉકી ટીમ માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે. ભારતીય મહિલા હૉકી ટીમનું બ્રોન્ઝ મેડલનું સપનું તૂટી ગયું છે. બ્રિટન સામેની હાર બાદ વડા પ્રધાન મોદીએ મહિલા હૉકી ટીમની ખેલાડીઓ અને કોચ સાથે ફોન પર વાત કરી હતી. વડા પ્રધાનનો અવાજ સાંભળ્યા બાદ કેટલીક ખેલાડીઓ ભાવુક થઈ ગઈ હતી, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું મનોબળ વધારતાં કહ્યું હતું કે ટીમની ખેલાડીઓ દેશ માટે પ્રેરણા સમાન છે.
વડા પ્રધાને વધુમાં કહ્યું કે મેડલ ભલે ન આવ્યો, પણ આપની મહેનત દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે. હું ટીમના તમામ સાથી અને આપના કોચને અભિનંદન આપું છું. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ નવનીત કૌરને થયેલી ઈજા વિશે પણ માહિતી મેળવી હતી.
મુંબઈનો આ પ્રખ્યાત બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે નિરાશ ન થતાં, દેશ આપના પર ગર્વ કરી રહ્યો છે. તમારા લોકોની મહેનતથી હૉકી આજે આગવી ઓળખ સાથે ફરી જીવંત થઈ રહી છે.