ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં નવા પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે શહેરમાં આગામી 16 ઓગસ્ટ સુધી ફરીથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જે રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.
સાથે જ બેંગ્લુરુ પોલીસ દ્વારા શહેરમાં કલમ 144 હેઠળ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
કોવિડના નવા કેસ નોંધાયા હોવાથી બેંગ્લુરુ શહેરમાં કેટલાક એપાર્ટમેન્ટ્સને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે.
પડોશી દેશ કેરળમાં નવા કેસોમાં થયેલા વધારાને કારણે કર્ણાટકમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આ સિવાય, ડેલ્ટા વેરિએન્ટને કારણે કર્ણાટકમાં પણ કેસ વધી રહ્યા છે.
લો બોલો! મુંબઈમાં નામકરણનો વિવાદ થમવાનું નામ નથી લેતો, શિવસેના-ભાજપ થઈ ગયા ફરી સામ-સામે; જાણો વિગત