ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
ટીવીનો નંબર વન કૉમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ટીવી ઉપર ફરી લોકોને હસાવવા આવી રહ્યો છે. આ શોના ઓફ ઍર ગયા પછી દર્શકો એની પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. આ શોના મેકર્સે શોનો પ્રોમો બહાર પાડીને ફેન્સને મોટી ગિફ્ટ આપી છે. સાથે જ શોમાં સામેલ થવા માટે પહેલા મહેમાનનું નામ સામે આવ્યું છે.
અનુ મલિક સોશિયલ મીડિયા ઉપર ટ્રોલરના નિશાના ઉપર, ફરી એક વાર ધૂન ચોરાવાનો આરોપ લાગ્યો; જાણો વિગત
રિપૉર્ટની માનીએ તો બૉલિવુડનો ખિલાડી અક્ષયકુમાર તેની આવવાવાળી ફિલ્મ ‘બેલ બોટમ’નું પ્રમોશન કરવા પહોંચશે. હવે જોવું એ રહ્યું કે ‘ધ કપિલ શર્મા શો’ ઉપર ખાલી ખિલાડી અક્ષયકુમાર જ ધમાલ મચાવશે કે પછી તેની ટીમ પણ સેટ પર ચાર ચાંદ લગાવશે? વધુમાં જણાવવાનું કે કોરોના મહામારી પછી ‘બેલ બોટમ’ પહેલી મોટી ફિલ્મ હશે જે સીધી બૉક્સ ઑફિસ પર રિલીઝ થશે. રિપૉર્ટની માનીએ તો ત્રણ ઑગસ્ટે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.