ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
ઑગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનો ફિલ્મો માટે પણ મહત્વનો બનવાનો છે, કેમ કે ઘણી ફિલ્મો આ મહિનામાં રિલીઝ થવાની છે. આવો જાણીએ એ ફિલ્મો કઈ છે.
અતરંગી રે
અક્ષયકુમાર, સારા અલી ખાન અને ધનુષને ચમકાવતી ફિલ્મ ‘અતરંગી રે’ ૬ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ. રાયે કર્યું છે.
ડાયલ ૧૦૦
આ ફિલ્મ 6 ઑગસ્ટે ઝી પર રિલીઝ થશે. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ એક ઇમર્જન્સી કૉલ ઑપરેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. મનોજ બાજપાઈ ઉપરાંત આ ફિલ્મમાં નીના ગુપ્તા અને સાક્ષી તન્વર જોવા મળશે.
શેર શાહ
પરમવીરચક્ર વિજેતા વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેર શાહ’ 12 ઑગસ્ટે ઍમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. કિયારા અડવાણી આ ફિલ્મમાં તેની મંગેતરની ભૂમિકામાં જોવા મળશે.
ભુજ – ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા
ભારતીય વાયુસેનાના એક જાંબાઝ અધિકારી વિજય કર્ણીકની કહાની પર આધારિત ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા 13 ઑગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સંજય દત, સોનાક્ષી સિંહા, નુરા ફતેહી જોવા મળશે.
અમિતાભ બચ્ચન તેમની એક પોસ્ટને લઈને થયા જબરજસ્ત ટ્રોલ; જાણો વિગત