ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને થયો આટલા લાખનો દંડ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑગસ્ટ, 2021

સોમવાર

મુલુંડમાં એક દંપતીને ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને 19.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ ગ્રાહક પંચે આપ્યો છે. દંપતીને ફ્લૅટનો કબજો સોંપવા માટે દાયકા સુધી બિલ્ડરે રઝળાવ્યા  હતા.

બિલ્ડર તરફથી ઘર મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. એથી આ દંપતીને ભાડાના ઘર માટે વારંવાર સ્થળાંતર કરવું પડતું હતું. એથી તેના 28,000 રૂપિયા ટ્રાન્સપૉર્ટેશનના અને લીવ ઍન્ડ લાઇસન્સના રજિસ્ટ્રેશન પેટે 1.70 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ બિલ્ડરને આપવામાં આવ્યો હતો.

મુલુંડના આ દંપતીએ 2008માં પોતાનો ફ્લૅટ ખાલી કર્યો હતો. બિલ્ડરે તેમને નવો ફ્લૅટ 2011માં આપવાનું વચન આપ્યું હતું. જોકે ફ્લૅટ છેક 2017માં તૈયાર થયો હતો, પરંતુ ફ્લૅટનું અંદરનું કામ બાકી હોવાથી દંપતીએ એનો કબજો લીધો નહોતો.

મોટા સમાચાર : બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખખડાવી. જો બે વેક્સિન પછી પણ ઘરે રહેવાનું હોય તો વેક્સિન શું કામ આપી? ટ્રેનનો ચાલુ કરો.. જાણો વિગત

દંપતીએ 2018માં મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં એની ફરિયાદ નોંધાવી હતી. દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More