TRPમાં કઈ સિરિયલ સૌથી આગળ છે અને કઈ સિરિયલ Top 5માં? કયો શો દર્શકોને સૌથી વધુ પસંદ છે? જાણો આ રિપૉર્ટમાં વિગતવાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો                                                            

મુંબઈ, 30 જુલાઈ, 2021

શુક્રવાર

ટીવી સિરિયલના 29મા સપ્તાહનું TRP લિસ્ટ સામે આવી ગયું છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ TRP લિસ્ટ બહાર પાડી દીધું છે. TRPમાં કઈ સિરિયલ સૌથી આગળ છે અને કઈ સિરિયલ Top 5માંથી બહાર નીકળી ગઈ છે એ આના દ્વારા જાણ થાય છે. આનાથી ખબર પડે છે કે કયો શો દર્શકોને સૌથી વધુ પસંદ છે. તો આવો જાણીએ Top 5 શો, જે શોએ TRP લિસ્ટમાં બાજી મારી છે.

દર વખતની જેમ ‘અનુપમા’એ TRP લિસ્ટમાં નંબર વન આવીને બાજી મારી છે. આ સપ્તાહે પણ રૂપાલી ગાંગુલીએ પોતાના અભિનયથી દર્શકોને બાંધી દીધા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી આ શો નંબર વન રહેતો આવ્યો છે.

‘અનુપમા’ની જેમ જ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલે પણ બીજા નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સાઈ, પાખી, અને વિરાટની જુગલબંધી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

TRP લિસ્ટમાં આ વખતે ત્રીજું સ્થાન ‘ઈમલી’ને મળ્યું છે. સ્ટાર પ્લસની સિરિયલ ‘ઈમલી’ની વાર્તામાં નવો વળાંક આવશે. શોમાં ઈમલી, આદિત્ય અને માલિનીની સ્ટોરી લવ સ્ટોરી દર્શકોને જકડી રાખે છે.

સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની ૧૨મી સિઝન અત્યાર સુધીની સૌથી વિવાદિત સિઝન રહી છે, પરંતુ આને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી છે. શો તેના ફિનાલે નજીક પહોંચી ગયો છે. આ શો TRP લિસ્ટમાં  ચોથા સ્થાને છે.

શરગુન કૌર લુથરા અને અબરાર કાજી સ્ટારર શો ‘યે હૈ ચાહતેં’ પાંચમા નંબર પર છે. શોમાં બતાવવામાં આવી રહેલી વાર્તા દર્શકોનું દિલ બહેલાવી રહી છે.

ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીનો જાદુ આજે પણ બરકરાર, ડબુ રત્નાનીના કૅલેન્ડર 2021માં ફેન્સે કરી આ કમેન્ટ; જાણો વિગત

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!