ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જુલાઈ, 2021
બુધવાર
અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવ્યા અમિતાભ સારા અભિનેતા જ નથી, પરંતુ એક સારા ગાયક પણ છે. તેમના અવાજનો જાદુ આજે પણ બરકરાર છે. અમિતાભ બચ્ચન પોતાના અવાજમાં કવિતાઓ સંભળાવે છે જે સાંભળીને લોકો એમાં ખોવાઈ જાય. અમિતાભ બચ્ચને તેમની સુપરહિટ ફિલ્મ ‘સિલસિલા’, ‘કભી કભી’, અને ‘મિસ્ટર નટવરલાલ’ જેવી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. અમિતાભ બચ્ચને instagram પર એક ફોટો શૅર કર્યો છે આ ફોટો ત્યારનો છે જ્યારે રાકેશકુમારના નિર્દેશન હેઠળ બનનારી ફિલ્મ ‘મિસ્ટર નટવરલ’ના મ્યુઝિકનું રિહર્સલ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં મ્યુઝિક રાજેશ રોશને આપ્યું હતું. રાજેશ રોશન તેમના ભત્રીજા રિતિક રોશનને પોતાની સાથે મ્યુઝિક રિહર્સલમાં લઈ આવ્યા હતા, જ્યાં તેઓ એક ખુરશી ઉપર બેઠા છે અને તેમની સામે અમિતાભ બચ્ચન ગીતની પ્રૅક્ટિસ કરી રહ્યા છે, ત્યારે અમિતાભ બચ્ચને વિચાર્યું પણ ન હતું કે આ નાના છોકરા સાથે હું ફિલ્મોમાં કામ કરીશ.
પૉર્ન ફિલ્મ રેકેટ: પોલીસે રાજ કુંદ્રા સહિત આટલા લોકોની કરી ધરપકડ. જાણો વિગતે
અમિતાભ બચ્ચન અને રિતિક રોશને ‘કભી ખુશી કભી ગમ’ અને ‘લક્ષ્ય’માં સાથે કામ કર્યું છે.