મ્હાડાના અધિકાર પર મહારાષ્ટ્ર સરકારની તરાપ : પોતાના જ પ્લૉટના રીડેવલપમેન્ટ માટે સરકારની લેવી પડશે મંજૂરી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જુલાઈ 2021

બુધવાર

મહારાષ્ટ્ર સરકારના હાઉસિંગ ખાતાએ નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે એ મુજબ હવેથી મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટી (મ્હાડા)એ પોતાના દરેક 5,000 સ્ક્વેરફૂટથી વધુના પ્લૉટના રીડેવલપમેન્ટ માટે રાજ્યના ગૃહનિર્માણ ખાતાની મંજૂરી લેવી પડશે. સરકારના આ નવા નોટિફિકેશનને જોકે ઍક્ટિવિસ્ટોએ મ્હાડાની સત્તા પર તરાપ મારવા સમાન ગણાવી હતી.

નવા નોટિફિકેશન મુજબ મ્હાડા, સંસદ, વિધાનસભ્યોના ભંડોળના ઉપયોગ માટે જવાબદાર મ્હાડાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ બોર્ડે ડેવલપમેન્ટના કોઈ પણ કામકાજ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.

શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે 

ગૃહનિર્માણ ખાતાએ તાજેતરમાં બહાર પાડેલા ગવર્નમેન્ટ રિઝોલ્યુશન મુજબ મ્હાડાની પોતાની પ્રૉપર્ટી ગણાતી બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ તથા લેટર ઑફ ઇન્ટેટ બહાર પાડતાં પહેલાં ગૃહનિર્માણની મંજૂરી લેવી પડશે. અહીં ઉલ્લેખનીય છે કે ખુલ્લી જમીનો સાથેની 104 રેસિડેન્શિયલ મ્હાડાના લેઆઉટ છે. આ ખુલ્લી જમીન પર મોટા પાયા પર જોકે અતિક્રમણ થયેલું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More