ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
નિયા શર્મા પોતાના ગ્લેમરસ લુક્સ અને જોરદાર અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે નિયા હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોનોને આશ્ચર્યચકિત કરી દે છે.
નિયા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા ગુલાબી રંગના ઓફ શોલ્ડર આઉટફિટમાં દેખાઇ રહી છે. લેટેસ્ટ ફોટોશૂટમાં તેના ડ્રેસ સિવાય એક સ્ટાઇલિશ હેર ક્લિપ પણ લગાડી છે, નિયા શર્માની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
નિયા શર્મા એ પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો 'કાલી' (2010-11)થી કરી હતી. જોકે તેને અસલી ઓળખ 'એક હજારો મેં મેરી બહના હૈ (2011-13) અને 'જમાઇ રાજા (2014-17)'થી મળી હતી.આ ઉપરાંત અભિનેત્રી નિયા શર્મા'ખતરો કે ખિલાડી સીઝન 8'માં પણ જોવા મળી ચૂકી છે. એટલું જ નહી એક્ટ્રેસ 'નાગીન' સીરીઝનો પણ ભાગ રહી ચુકી છે.