ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર.
કેન્દ્ર સરકારના દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટના નિર્ણય સામે આજે દેશભરમાં અનાજ, ધાન્ય સાથે જોડાયેલા વેપારીઓ એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પર ઊતરી ગયા છે. જેમાં નવી મુંબઈની એપીએમસીની દાણાબંદરના વેપારી, દલાલભાઈઓ સહિત ગુમાસ્તાઓ પણ પણ જોડાયા છે. શુક્રવારની પ્રતિકાત્મક હડતાળને પગલે બજારની તમામ ગલીઓ બંધ હોવાથી કાયમ માણસોની ચહેલપહેલ જોવા મળતી બજારમાં સુનકાર જોવા મળ્યો હતો.


નવી મુંબઈની APMCની દાણાબજાર સહિત મહારાષ્ટ્રની અન્ય APMC બજારમાં આવેલી દાણાબજાર પણ આજે હડતાળમાં જોડાઈ છે. ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ શરદ મારુએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે આજે દાણાબજારના 5,000થી પણ વધુ વેપારી, દલાલભાઈઓ, ગુમાસ્તા, ટ્રાન્સપૉર્ટ સાથે જોડાયેલા તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો છે. અમારી આ હડતાળથી સરકારને અમારી તકલીફોની જાણ થાય એટલી જ અમારી અપેક્ષા છે. અમે સરકાર વિરુદ્ધમાં કોઈ નારાબાજી કરવા માગતા નથી. શાંતિથી અમે અમારો વિરોધ સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ. સરકારે હજી ગયા વર્ષે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્ટૉક લિમિટ હટાવી હતી અને હવે ફરી આ નિયમ લઈ આવી છે. એને કારણે પહેલાંથી જ કોરોનાને પગલે આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા વેપારીઓ માટે આ નિયમથી ધંધો કરવો વધુ મુશ્કેલ થઈ ગયો છે.
નવી મુંબઈના એપીએમસી દાણા બંદરમાં જોવા મળ્યો સુનકાર, વેપારી દલાલભાઈની પ્રતિકાત્મક હડતાલ #APMC #mumbai #navimumbai #market #business #food #money #shopping #stockmarket #covid #supermarket #stocks #investment #finance #delivery #traders #union #mumbaimarket #transport #marketclose pic.twitter.com/sn854UcelD
— news continuous (@NewsContinuous) July 16, 2021