ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
જળવાયુ પરિવર્તન છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક સ્તરે મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. આ સંદર્ભે નાસાએ પણ સંશોધન કર્યું છે અને એનો એક અહેવાલ ગયા મહિને ક્લાઇમેન્ટ ચેન્જ પર આધારિત જર્નલ નૅચરમાં પ્રકાશિત થયો હતો. હવે આ અહેવાલથી આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ અહેવાલમાં નાસાએ દાવો કર્યો છે કે ચંદ્ર પોતાની ધરી પરથી ડગમગી શકે છે. જો ચંદ્રની સ્થિતિમાં બદલાવ થશે તો ધરતી પર એની ખૂબ જ વિપરીત અસર થશે.
આ અમેરિકન સ્પેસ એજન્સી મુજબ જે રીતે જળવાયુ પરિવર્તનમાં વધારો થઈ રહ્યો છે અને દરિયાનો જળસ્તર વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ૨૦૩૦માં ચંદ્રની સ્થિતિમાં ફેરફાર થતાં પ્રલયકારી પૂર પણ આવી શકે છે. નાસાએ કહ્યું છે કે હવામાનમાં બદલાવ પાછળનું એક મોટું કારણ ચંદ્ર પણ હોઈ શકે છે. આ રિસર્ચ રિપૉર્ટમાં ચંદ્ર પર થતી હલચલને કારણે ધરતી પર આવનાર વિનાશકારી પૂરને ન્યૂસેન્સ ફ્લડ કહેવાયું છે. સામાન્યપણે હાઈટાઇડ સાથે આવનારા પૂરને ન્યૂસેન્સ ફ્લડ કહેવાય છે.
દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈને નારાજ દેશભરના વેપારીઓની શુક્રવારે પ્રતિકાત્મક હડતાળ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે નાસાની શોધમાં જણાવાયું છે કે ચંદ્રની સ્થિતિમાં આવેલો થોડો પણ બદલાવ ધરતી પર પૂર લાવી શકે છે. યુનિવર્સિટી ઑફ હવાઈના સહાયક પ્રોફેસર ફિલ થોમ્પસને આ બાબતે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “જેમ જેમ જળવાયુ પરિવર્તન વધશે એમ એમ ધરતી પર પ્રાકૃતિક મુશ્કેલી પણ વધતી જશે.”