ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જુલાઈ 2021
ગુરુવાર,
આકરા લોકડાઉનને પગલે મહારાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં 40 ટકા હોટલ તથા રેસ્ટોરાં બંધ થઈ ગઈ હોવાનો દાવો હોટલ અને રેસ્ટોરાં અસોસિયેશને કર્યો છે. હોટલો બંધ થવાની સાથે જ અનેક લોકોએ નોકરી ગુમાવી છે. તો મોટા પ્રમાણમાં આર્થિક ફટકો પણ પડયો છે. તેથી હોટલો અને રેસ્ટોરાં ખુલ્લી રાખવાના સમય મર્યાદા વધારી આપવાની માગણી હોટલિયરો દ્વારા સરકારને કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામના સ્ટેશનનો થયો કાયાકલ્પ; જુઓ નવા વડનગર રેલવે સ્ટેશનની અદ્ભુત તસવીરો
મહારાષ્ટ્રમાં જે શહેરો અને જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છે, ત્યાં લોકડાઉનના નિયમો હળવા કરીને હોટલો અને રેસ્ટોરાંમાં ખાવા-પીવા સમયની મુદતમાં વધારો કરી આપવાની માગણી હોટલ અને રેસ્ટોરાં અસોસિયેશને મહારાષ્ટ્ર સરકારને કરી છે. તેમ જ હોટલ અને રેસ્ટોરાંને શનિવાર-રવિવાર સહિત આખા અઠવાડિયા દરમિયાન સવારના સાતથી રાતના 12.30 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની માગણી પણ કરી છે. હાલ વીક ડેમાં સાંજના ચાર વાગ્યા સુધી જ હોટલમાં ખાવાની મંજૂરી છે. ત્યારબાદ ફકત પાર્સલની મંજૂરી છે. તો શનિવાર અને રવિવારે માત્ર ઓનલાઈન અને પાર્સલની જ છૂટ છે. તેથી ઓછા સમયમાં ધંધો કરી શકાતો નથી.