કોરોનાની બીજી લહેર બાદ દેશવાસીઓ માંડ રાહતના શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે હૈદરાબાદ
વિશ્વવિધાલયના પ્રતિ કુલપતિ રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ત્રીજી લહેરને લઈને મોટી વાત કહી છે.
તેમણે દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર 4 જુલાઈથી સંભવતઃ શરૂ થઈ ગઈ છે.
ડોક્ટર વિપિન શ્રીવાસ્તવના કહ્યા અનુસાર ચાર જુલાઈની તારીખ આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા જેવી રહી, જ્યારે બીજી લહેર શરુ થઇ હતી.
આ રિપોર્ટ માટે તેમને દેશમાં છેલ્લા 463 દિવસોમાં સામે આવેલા કેસ અને મોતના આંકડાઓનું અધ્યયન કર્યું.
તેમણે એમ પણ કહ્યું કે ત્રીજી લહેરથી બચવા માટે તંત્રએ વધુ સાવધાની રાખવી પડશે. અને લહેરની શરૂઆતમાં ખાસ ધ્યાન રાખવું પડશે.
ઉલ્લેખનીય છે કે આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે લોકો બેફામ બની રહ્યા છે. તેમજ સરકાર પણ સતત સાવધાની રાખવા કહી રહી છે.
હવામાન ખાતાનો વરતારો ; મુંબઈ સહિત આખા કોંકણમાં આ તારીખે પડશે ભારે વરસાદ, સાથે જ આપી આ ચેતવણી