291
Join Our WhatsApp Community
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ એવોર્ડ્સને આ વર્ષે ‘પીપલ્સ પદ્મ’ એવોર્ડ તરીકે રજૂ કરવામાં આવશે.
આ સંબંધમાં પીએમ મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે.
સાથે જ વડાપ્રધાને પદ્મ પુરસ્કારોની વેબસાઈટ લીંક પણ આપી છે. જ્યા લોકો કોઈ પણ પ્રેરણાદાયી વ્યક્તિને નોમિનેટ કરી શકશે.
આ ઉપરાંત સરકારે આ વેબસાઈટ પર સેલ્ફ નોમિનેશનનો વિકલ્પ પણ આપેલો છે.
આ નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.
ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી અને દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.
You Might Be Interested In