ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
કોરોનાની ગંભીર બીજી લહેર બાદ મ્યુકરમાઈક્રોસીસએ કહેર મચાવ્યો હતો. આ રોગને કારણે થતા ફૂગને કારણે આંખને ગંભીર નુકસાન થાય છે. આને કારણે મુંબઈમાં પણ અનેક લોકોએ પોતાની આંખ ગુમાવી છે. જોકે, હવે કોરોનાની બીજી લહેર ઓસરતા મ્યુકરમાઈક્રોસીસના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
મ્યુકરમાઈક્રોસીસને કારણે મુંબઈમાં ૫૦ લોકોએ પોતાની એક આંખ ગુમાવી છે. તો બીજા ૬૦ લોકોએ પોતાની બંને આખો ગુમાવી છે. કોરોનાથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઈક્રોસીસના ભોગ બન્યા હતા. તો મહારાષ્ટ્રમાં મ્યુકરમાઈક્રોસીસના લગભગ 9 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. આ રોગને કારણે રાજ્યમાં ૧૦૦૦ લોકોનો ભોગ લેવાયો છે.
મુંબઈની સુરક્ષા પર ખતરો : મહાનગરમાં ગેરકાયદે સહજતાથી વેચાઈ રહ્યા છે ડ્રોન; ચોંકાવનારી હકીકત સામે આવી
ઉલ્લેખનીય છે કે આમાંના ૧૨૯ મુંબઈના લોકોના મોત મ્યુકરમાઈક્રોસીસને કારણે થયા હતા. તો પુણેમાં સૌથી વધુ ૧૭૮ મૃત્યુ નોંધાયા હતા. નાગપુરમાં મ્યુકરમાઈક્રોસીસને કારણે ૧૧૮ લોકોના મોત નીપજ્ય હતા. જોકે, લગભગ ૪૩૫૭ લોકો મ્યુકરમાઈક્રોસીસથી સજા પણ થઈ ગયા હતા.