ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
હાલમાં મીરા રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક શખ્સ ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડી કરી રહ્યો છે અને તેની પત્ની પણ ટ્રાફિક હવાલદારનું અપમાન કરી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ યુગલની વર્તણૂક જોઈને ચોંકી ગયા છે. હકીકતે ટ્રાફિક પોલીસે યુગલની કાર નો પાર્કિંગમાં પાર્ક હોવાથી ટ્રાફિક પોલીસે તેને ક્લેમ્પ લગાડ્યું હતું. આ જોતાં જ યુગલ તરત જ ત્યાં દોડી આવ્યું હતું અને ટ્રાફિક હવાલદારને મારી નાખવાની ધમકી આપી હતી.
મુંબઈવાસીઓને પડતાં પર પાટુ : હવે આ સુવિધાના ભાવ વધશે
એને પગલે આ યુગલે નયાનગર પોલીસ મથકે લઈ જવાયું હતું અને ગુનો નોંધાયો હતો. આ ગુંડાગીરી કર્યા બાદ થયેલી કાર્યવાહીથી યુવક ટપ-ટપ પીલુડા પલટો દેખાયો હતો. જુઓ વીડિયો.
પોલીસ સાથે ગુંડાગીરી કરતી વખતે તો ખૂબ મરદાનગી દેખાડી પછી ટપટપ આંસુ વહ્યા, જુઓ વિડિયો
#Mumbai #viralvideo #trafficpolice #MiraRoad #car #parking #trafficviolation #manhandlingcop #ViralVideo @mtptraffic @mumbaitraffic pic.twitter.com/N9ULQRMDkR— news continuous (@NewsContinuous) July 10, 2021