ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં કૉન્ગ્રેસ પાર્ટી મુંબઈમાં ઠેર-ઠેર આંદોલન કરી રહી છે. આવા સમયે મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ સાયન કોલીવાડા વિસ્તારમાં પોતાના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરવા બળદગાડા પર ચઢી ગયા હતા, પરંતુ બળદગાડા પર એટલા બધા લોકો ભેગા થઈ ગયા હતા કે બળદગાડું ભાર સહન કરી શક્યું ન હતું અને ધડાકાભેર તૂટી ગયું હતું.
બળદો પણ આ ઘટનાથી ભડકી ઊઠ્યા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, સામાન્ય ઈજા થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો કૉન્ગ્રેસના આંદોલનની ભારે હાંસી ઉડાવી રહ્યા છે.
ભાજપનો વિરોધ કરવા જતા બળદગાડા પરથી ધડાકાભેર પડ્યા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ, જુઓ વિડિયો#Mumbai #Sion #congress #Bhaijagtap #bullockcart #rally #elections pic.twitter.com/cFkJdQs92I
— news continuous (@NewsContinuous) July 10, 2021