196
Join Our WhatsApp Community
દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસે આ મામલે એક સંદિગ્ધને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની તલાશ ચાલુ છે. જોકે હાલ હત્યાના કારણ વિશે જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે મૂળે, ઘટના સમયે કિટ્ટી કુમારમંગલમ હાઉસ હેલ્પ સાથે ઘરે એકલાં હતા. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે.
You Might Be Interested In