223
Join Our WhatsApp Community
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે.
ઇડીએ તેમને લોન છેતરપિંડીના કેસમાં મદદ કરવા બદલ બદલામાં ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવાની મંજૂરી આપી હતી. જે બાદ પૂર્વીએ આ નાણાં ભારત ટ્રાન્સફર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી પર કેટલાક બેન્ક ઓફિસરની સાથે મિલીભગત કરી (પીએનબી) ની સાથે કથિત રીતે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે.
You Might Be Interested In