ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે તેની તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી અમિષા પટેલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને ચાહકોને દીવાના બનાવે છે. ચાહકો પણ અમીષાની તસવીરો પર પ્રેમમાં લુંટાવતા જોવા મળે છે.
હાલમાં અમિષા પટેલ વેકેશન એન્જૉય કરી રહી છે, ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી લેપર્ડ પ્રિન્ટેડ ટોપ અને રેડ હોટ શોર્ટમાં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. અમીષા પટેલના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેમના ફોટા પર લાઇક્સ અને કમેન્ટ કરે છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, અમિષા પટેલે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી હ્રિતિક રોશને પણ કરિયરની શરૂઆત કરી હતી. અમિષાએ પોતાના કરિયરમાં ગદર જેવી હિટ ફિલ્મમાં પણ કામ કર્યું છે, પરંતુ તેનું સ્ટારડમ વધારે સમય સુધી ટક્યું નહીં.