ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
કેન્દ્ર સરકારે હાલમાં જ ઈ-કૉમર્સને લઈને જે નવા નિયમો જાહેર કર્યા છે. હવે આ નવા નિયમોને લઈ બિનભાજપ શાસિત રાજ્યોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે. રાજ્યોની દલીલ છે કે કોઈ પણ નવા નિયમો લાગુ કરતાં પહેલાં રાજ્યોની રેવન્યૂ અને આર્થિક આવક પર તેની અસર ન થાય એના પર જરૂર ધ્યાન રાખવું જોઈએ.
કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતના મંત્રાલયે ઈ-કૉમર્સ માટે જે નવા નિયમો બનાવ્યા છે એમાં ઑનલાઇન રિટેલ કંપનીઓનું રોકાણ વધી જવાની સંભાવના છે. ઇન્ડસ્ટ્રીના જાણકારો મુજબ ઍમેઝૉન, ફ્લિપકાર્ટ અને વૉલમાર્ટ જેવી કંપનીઓએ પોતાના બિઝનેસ માળખામાં મોટાં પરિવર્તન કરવાં પડશે. ગ્રાહક મામલાના મંત્રાલયે કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ 2020માં સંશોધન કરી આ નવા નિયમોનું માળખુ તૈયાર કર્યું છે.
દેશની સૌથી મોટી બેંક SBIએ નિયમમાં કર્યા ફેરફાર, એટીએમમાંથી રૂપિયા નિકાળતા પહેલા આ અહેવાલ જરૂર વાંચો
ઉલ્લેખનીય છે કે સંશોધન ડ્રાફ્ટમાં ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ફ્લૅશ સેલને સીમિત કરવા અને પ્રાઇવેટ ચોક્કસ બ્રાન્ડને મહત્ત્વ આપવા પર લગામ લગાવવામાં આવી છે. ઉપરાંત કંપનીઓ દ્વારા કમ્પ્લાયન્સ ઑફિસર અપોઇન્ટ કરવા અને કસ્ટમરને નુકસાન થવા સામે મંત્રાલયે આંખ લાલ કરી છે અને એની જવાબદારી ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર નાખવાની પણ જોગવાઈ છે. હવે આ અંગે રાજ્યોનું માનવું છે કે આમ કરવાથી નોકરીઓ પર અસર થઈ શકે છે.