ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન 2021
સોમવાર
સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે. તેથી નોકરી પર પહોંચવા હજારો લોકો બોગસ આઈ કાર્ડ બનાવીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પકડાઈ રહ્યા છે. તેને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે યુનિવર્સલ પાસ આપવાની છે. અત્યવાશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને આ પાસ આપવામાં આવશે. આ પાસ હશે તે લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.
ફક્ત અત્યવાશ્યક સેવા સાથે સંકળાયેલા કર્માચારીને જ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. છતાં દરરોજ લગભગ 30 લાખ લોકો ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તેથી મહારાષ્ટ્ર સરકાર પણ ચોંકી ગઈ છે. કોરોનાને ફેલાતો રોકવા માટે સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ છે. છતાં આટલી મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. તેથી સરકારે રેલવેને પત્ર લખ્યો છે.
બાપરે! મુંબઈને માથે પાણીકાપનું સંકટ જાણો વધુ વિગત
ત્રીજી લહેરનું જોખમ અને ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના જોખમને આગળ કરીને સરકાર લોકલમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવા મંજૂરી નથી આપતી. યુનિવર્સલ પાસ મેળવવા માટે અત્યાવશ્યક સેવાના કર્મચારીએ પોતાનો ફોન નંબર પોતાની ઓફિસ સાથે તેમ જ કંપનીના રજિસ્ટ્રેશન નંબર પર તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તે માહિતી ક્રોસ ચેક કરાશે. ત્યારબાદ જ તેને પ્રવાસ કરવા ક્યુઆર કોડ આપવામાં આવશે.