ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન 2021
સોમવાર
કોલ્હાપુર શહેરમાં કોરોના ને કારણે પરિસ્થિતિ પ્રતિકૂળ બની છે. અહીં સરકારે કડક નિયમો લાગુ કર્યા છે તેમજ દુકાનોને બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. સરકારના આ નિર્દેશ ની વિરુદ્ધમાં કોલ્હાપુર ચેમ્બર્સ ઓફ કોમર્સે સંઘર્ષ નો માર્ગ અપનાવ્યો છે. તમામ વેપારીઓએ જાહેરાત કરી દીધી છે કે તેઓ મહારાષ્ટ્ર રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખશે. વેપારીઓના આ મક્કમ નિર્ણયને કારણે પોલીસ પ્રશાસન અને સ્થાનિક મહાનગરપાલિકાના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે.
સારા સમાચારઃ સરકારે કોરોનાની સારવારના ખર્ચાને આવકવેરામાંથી મુક્તિ આપી જાણો વિગત
પોલીસ વિભાગના કર્મચારી તેમજ સ્થાનિક મહાનગર પાલિકાના કર્મચારીઓએ જ્યાં દુકાન ચાલુ છે ત્યાં લોકોને દંડ ની રસીદ આપવાનું શરૂ કર્યું છે. સોમવારે સવારના સમયે મહાત્મા ગાંધી રોડ પર આવેલી તમામ દુકાનો એકસાથે ખોલી નાખવામાં આવી હતી. પરિણામ સ્વરૂપ પોલીસ વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને બરાબર તે જ સમયે તમામ વેપારીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા. આવું થવાને કારણે કોલ્હાપુરના મહાત્મા ગાંધી રોડ પર તંગદિલી ફેલાઈ હતી. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં દુકાન બંધ નહીં કરે અને હવે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે.