ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન 2021
શનિવાર
છેલ્લા કેટલાક વખતથી ખબર એવી આવી રહી છે કે સીતાનો રોલ કોણ કરશે? કરીના કપૂર કે આલિયા ભટ્ટ? પરંતુ હવે ખબર એવી આવી રહી છે કે કરીના કપૂરને પૌરાણિક ફિલ્મ ‘સીતા – ધ ઈનકારનેશન’ ફિલ્મ માટે તેનો ઍપ્રોચ કરવાંમાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે. કરીનાએ આ ફિલ્મ માટે ૧૨ કરોડ રૂપિયાની ભારે ભરખમ ફી માગી હતી, પરંતુ એક અન્ય રિપૉર્ટમાં જણાવ્યું છે કે કરીનાનો સંપર્ક સીતાના રોલ માટે થયો જ ન હતો. આ મામલામાં એવું સામે આવ્યું છે કે ફિલ્મના રાઇટર કેવી વિજેન્દ્ર પ્રસાદ અનુસાર સીતાના રોલ માટે પહેલી પસંદ કંગના રાનાવત છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીતાના રોલ માટે કરીના કપૂરની સાથે આલિયા ભટ્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ મુદ્દા ઉપર વાત કરતાં કેવી વિજેન્દ્ર પ્રસાદે એક મીડિયા હાઉસને જણાવ્યું કે "જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સીતાના રોલ માટે કોઈ પણ કલાકારનો સંપર્ક કરવામાં આવ્યો નથી. અમે અત્યારે સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી છે, જ્યારે સ્ક્રિપ્ટ પૂરી થઈ જશે ત્યારે અમને યંગ ઍક્ટરને શોધીશું. આ ફિલ્મમાં ભગવાન રામના વિવાહથી પહેલાંની સીતાનું જીવન કેવું હતું એ બતાવવામાં આવશે.” જ્યારે સીતાના રોલ માટે કરીના કપૂરનું નામ સામે આવ્યું હતું ત્યારે સોશિયલ મીડિયા ઉપર આની ઘણી આલોચના થઈ હતી, પરંતુ હવે ખબર પડી છે કે આ ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઇટર કેવી વિજેન્દ્ર પ્રસાદે પણ સીતાનો રોલ માટે કંગનાનું નામ સૂચવ્યું છે.
કેવી વિજેન્દ્ર પ્રસાદ બાહુબલી ફેમ ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીના પિતા છે. તેમને ‘બાહુબલી’ સિરીઝની સાથે ‘બજરંગી ભાઈજાન’ , ‘મણિકર્ણિકા’ તથા ‘થલાઈવી’ જેવી ફિલ્મોની પણ સ્ક્રિપ્ટ લખી છે. સીતાનું ડાયરેક્શન અલૌકિક દેસાઈ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ હિન્દીની સાથે સાથે તામિલ, મલયાલમ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.