ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
મધ્યપ્રદેશમાં ભાજપના શિવરાજસિંહની સરકારના રાજમાં સિનેમા જગતની જાણીતી અભિનેત્રીઓ પણ મનરેગા હેઠળ એક તળાવનું ખોદકામ કરે છે. ખારગોન જિલ્લાના ઝિરણિયા જિલ્લા પંચાયતના પીપરખેડ ગામે દીપિકા પાદુકોણ સહિતની અન્ય અભિનેત્રીઓના ફોટાવાળી બનાવટી જૉબકાર્ડ બનાવીને લૉકડાઉન દરમિયાન વિવિધ બાંધકામનું વેતન લેવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ બનાલે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે જૂન-જુલાઈમાં ઝિરણિયા જનપદ પંચાયતના પીપરખેડ ગામે લૉકડાઉન દરમિયાન ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અન્ય અભિનેત્રીના ફોટોગ્રાફ્સવાળા 11 બનાવટી જૉબ કાર્ડ મળી આવ્યાં છે.”
ઉલ્લેખનીય છે કે આ જૉબકાર્ડ જૂનાં છે. હવે મામલાની યોગ્ય તપાસ બાદ રિપૉર્ટમાં ખુલાસો થશે કે આખરે આ વિસંગતિ કઈ રીતે થઈ. ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણના ફોટોગ્રાફવાળા જૉબકાર્ડ પર સુનીલની પત્ની મોનુ શિવશંકરનું નામ છે અને એ તળાવ બાંધકામ અને અન્ય કામો માટે તેને ચુકવણી પણ કરવામાં આવી છે. ઑનલાઇન પૉર્ટલની તપાસમાં મળેલી માહિતી અંગે, મોનુએ એક મીડિયા હાઉસને કહ્યુ છે કે તેની પાસે 50 વીઘાથી વધુ જમીન છે અને એ ક્યારેય કામ પર ગઈ નથી.