બોરીવલી નો વન – ટુ કા ફોર ફ્લાયઓવર હવે સ્થાનિક રહેવાસીઓ માટે બન્યો જોખમી. પહલા ભ્રષ્ટાચાર ને કારણે ચર્ચા માં હવે બીજા કારણ થી. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 જૂન 2021

શુક્રવાર

સામન્ય રીતે કોઈ ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે એવી રાહત નાગરિકો અનુભવતા હોય છે, પરંતુ બોરીવલી (વેસ્ટ)માં એસ. વી. રોડ અને આર. એમ. ભટ્ટ રોડના જંક્શન પાસે બની રહેલો ફ્લાયઓવર તો સ્થાનિક રહેવાસીઓ માટે ત્રાસજનક બની ગયો છે.

બોરીવલી (ઈસ્ટ) અને (વેસ્ટ)ને જોડનારા આ ફ્લાયઓવરમાં એક્સ્ટેન્શન લાવવાને કારણે એની કિંમત લગભગ 650 કરોડ રૂપિયા થઈ ગઈ છે. લગભગ બે વર્ષથી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. એથી એને લીધે થતા ચિક્કાર ટ્રાફિક જામ સહિતની તકલીફથી રહેવાસીઓ ત્રાસી ગયા છે. લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેતા હોય છે.

મુંબઈ મહાનગરપાલિકાનો આ તે કેવો કારભાર? દક્ષિણ મુંબઈનો આ VIP રોડ 11 મહિના પછી ખૂલ્યો, હવે ટ્રાન્સપૉર્ટ બનશે આસાન; જાણો વિગત

ટ્રાફિકની સમસ્યાને કારણે રિક્ષા-ડ્રાઇવરો અને બાઇકસવારો રસ્તાને અડીને આવેલી ફૂટપાથ પરથી પોતાની ગાડી ચલાવે છે. એથી ફૂટપાથને અડીને આવેલા બિલ્ડિંગના રહેવાસીઓને ગેટની બહાર નીકળતા સમયે બાઇકની અડફેડમાં તો નહીં આવી જાય એની ચિંતામાં રહેતા હોય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More