ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
કાંદિવલી પોલીસે બે વૃદ્ધ મહિલાઓની ચોરીના આરોપસર ધરપકડ કરી છે. સોમવારે આ બે મહિલાઓ વધુ એક સાગરીત સાથે ચોરી કરવાના ઇરાદાથી કાંદિવલીના મંગલમૂર્તિ જ્વેલર્સમાં ગઈ હતી. એક મહિલાએ દુકાનદારને નથણી અને ત્યાર બાદ પાયલ દેખાડવા કહ્યું હતું. દુકાનદાર જ્યારે પાયલનું વજન કરવા ગયો ત્યારે બીજી મહિલાએ ગુપચુપ બીજા પાયલ સાડીમાં સરકાવી લીધાં હતાં.
પલાયન કરવા માટે પાયલનો ભાવ વધુ હોવાનું કહી નાશી આ મહિલાઓ નાસી છૂટી હતી. દુકાનદારને બધી વસ્તુઓ ઠેકાણે પાડતાં એક પાયલ ખોવાઈ ગયાં હોવાનું જણાયું હતું અને બાદમાં CCTV ફૂટેજના આધારે કાંદિવલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે “અમે બે મહિલાઓને પકડી લીધી છે અને તેની ત્રીજી સાથી શોધી રહ્યા છીએ.” આ વૃદ્ધ મહિલાઓ હોવાથી કોઈને પણ આ લોકો ચોરી કરશે એવી શંકા થતી ન હતી.
ગોરેગામના સિદ્ધાર્થનગરનું રિડેવલપમેન્ટ થશે, આ છે નિયમ અને શરતો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ બે મહિલાઓની ઓળખ સુગંધા મકાલે ૬૦ વર્ષ અને બીજી ઉષા મકાલે ૫૮ વર્ષ તરીકે થઈ છે. આ મહિલાઓ નાશિકથી મુંબઈ ખાસ ચોરી કરવા માટે આવતી હતી. તેમણે આ અગાઉ પણ ઘણી ચોરીઓ કરી છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૯ (ચોરી) હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.