ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
આજે દુનિયાભરમાં લોકો સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે સવારે વિશ્વ યોગ દિવસના અવસરે આયોજિત થનારા એક કાર્યક્રમને સંબોધન કર્યું. આ વખતે યોગ દિવસની થીમ 'યોગા ફોર વેલનેસ’ છે.
વિશ્વ યોગ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યું હતું. સંબોધનમાં તેમણે કહ્યું કે, ‘કોરોના મહામારીના સંકટ વચ્ચે યોગ આશાની કિરણ બન્યું છે. કોરોનાકાળમાં ભલે જાહેર કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસને લઈને ઉત્સાહ ઓછો થયો નથી. જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહોતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો.’
આ રાજ્યમાં તમામ નદીઓ માં પુર આવ્યું. અનેક હાઇવે પર પાણી..
પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન M-Yoga નામની એપ લોન્ચ કરી હતી.આ M-Yoga એપ્લિકેશનમાં યોગ અંગેના સરળ પ્રોટોકોલ સમજાવવામાં આવશે, જેથી અલગ-અલગ દેશોમાં યોગનો પ્રસાર થઈ શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને તૈયાર કરેલી આ એપ્લિકેશનમાં વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની પહેલ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અલગ-અલગ દેશોમાં યોગ હવે દૈનિક જીવનનો હિસ્સો બન્યો છે અને સાથે જ એક પ્રોફેશનલ ચોઈસ પણ બન્યો છે.