ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
કાંદિવલી વિસ્તારમાં અનેક લોકોને બોગસ વેક્સિન આપવામાં આવી હતી. ત્યાર બાદ અમુક વ્યક્તિઓને અલગ-અલગ હૉસ્પિટલમાંથી વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, તો સવાલ એ ઊભો થાય છે કે આ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યાં હતાં? હવે આ વાત પરથી પડદો ધીરે-ધીરે ઊઠી રહ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે લોકો વેક્સિનેશનનું કૌભાંડ ચલાવી રહ્યા હતા તેઓએ અલગ-અલગ હૉસ્પિટલના આઇડીની ચોરી કરી હતી. આ આઇડી મારફતે તેઓ લોકોના કોવિન કોડને કૉપી કરી ત્યાંથી ખોટું સર્ટિફિકેટ મેળવી રહ્યા હતા. વાત એમ છે કે આ આઇડીની મદદથી તેઓ જે તે વ્યક્તિનું વેક્સિનેશન થઈ ગયું છે તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રસ્થાપિત કરીને ઑટોમૅટિક રીતે સર્ટિફિકેટ જનરેટ કરતા હતા.
શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે? ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવામાં આવતા નથી
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જે વ્યક્તિઓના બોગસ સર્ટિફિકેટ આવી ગયાં છે તે વ્યક્તિએ ક્યાં અપીલ કરવી એ બાબતે મૂંઝવણ છે.