172
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ શહેરમાં હવે લેવલ વન જેવી પરિસ્થિતિ પેદા થઇ છે. આમ છતાં મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી કોઈ પણ રાહત આપવાનો નિર્ણય લીધો નથી. જોકે રાહત કઈ દિશામાં આપવામાં આવશે તે સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે ઈશારો કર્યો છે. એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં ઇક્બાલ સિંહ ચહલે જણાવ્યું કે લોકલ ટ્રેનમાં સૌથી પહેલા મહિલાઓને પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવશે.
મુંબઈ શહેર માટે આજે ફેંસલા નો દિવસ. બધાની નજર પાલિકાના નિર્ણય પર. શું મુંબઈમાં પ્રતિબંધ ચાલુ રહેશે?
આ પરવાનગીને તબક્કાવાર રીતે આગળ ધપાવવામાં આવશે તેમજ ધીમે ધીમે લોકલ ટ્રેન સામાન્ય મુંબઈવાસી માટે ઉપલબ્ધ બનશે.
You Might Be Interested In