બચી ગઈ બબિતાજી : સુપ્રીમ કોર્ટે આપી આ રાહત; તારક મેહતાની ઍક્ટ્રેસ સંદર્ભે મોટા સમાચાર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧

શુક્રવાર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા એટલે કે બબિતાજીને આજે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળે છે. વાત એમ છે કે મુનમુન દત્તાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્રમાં કેસ દાખલ થયો હતો.

જાણો વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘શેરની’નો રિવ્યૂ

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા એના વીડિયોમાં મેકઅપ tutorialને કહેતી હતી કે તે જલદી youtube પર ડેબ્યૂ કરશે એના માટે તે સુંદર દેખાવા માગે છે. અને ત્યાર બાદ તેણે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોતજોતામાં તેનો આ વીડિયો વાયરલ થયો હતો. આ મામલો ખૂબ વધી ગયો હતો. મામલો વધી ગયો છે એ જોઈને મુનમુન દત્તાએ માફી પણ માગી હતી. આમ આજે સુપ્રીમ કોર્ટમાંથી તેની બધી કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More