ફિલ્મ પ્રોડ્યુસરની સાથે જ બે પ્રોડક્શન હાઉસ પણ બનાવટી વેક્સિનેશન ફ્રૉડના શિકાર બન્યા; જાણો વધુ વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 જૂન 2021

શુક્રવાર

કાંદિવલીની હાઈફાઈ હાઉસિંગ સોસાયટી બનાવટી વેક્સિનેશન કૅમ્પનો ભોગ બની હોવાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હવે અન્ય બે પ્રોડક્શન હાઉસ પણ આ બનાવટી વેક્સિનેશન કૅમ્પ કરનારાઓના ઝાંસામાં આવી ગયું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

કાંદિવલીમાં 30 મેના બનાવટી વેક્સિનેશન કૅમ્પ કરવાના કેસમાં એક ખાનગી હૉસ્પિટલના  ભૂતપૂર્વ કર્મચારી રાજેશ પાંડેની પોલીસે ધરપકડ કરી હતી. તેણે આવો જ વેક્સિનેશન કૅમ્પ અંધેરીના એક પ્રોડક્શન હાઉસમાં પણ રાખ્યો હતો. જ્યાં 150 લોકોને વેક્સિન આપવામાં આવી હોવાનો દાવો છે. પોલીસ આ લોકોના જવાબ નોંધી રહી છે.

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણની દિશામાં, પરંતુ કોરોનાનું સંકટ ટળ્યું નથી. નવા કેસની સાથે સ્વસ્થ થનાર દર્દીઓનો આંક પણ ઘટ્યો ; જાણો આજના નવા આંકડા 

એ સિવાય પ્રોડ્યુસર રમેશ તૌરાણીએ પણ તેના સ્ટાફ માટે 29 મેના રાજેશ પાંડેએ વેક્સિનેશન કૅમ્પ રાખ્યો હોવાની ફરિયાદ કરી છે, તો 3 જૂનના પણ તેણે એક પ્રોડક્શન હાઉસ માટે વેક્સિનેશન કૅમ્પ રાખ્યો હોવાની વિગત બહાર આવી રહી છે. કાંદિવલી પોલીસ ટૂંક સમયમાં જ આ કેસની વિગત જાહેર કરે એવી શક્યતા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More