ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જૂન 2021
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષોનું મતદારોને રીઝવવાનું ચાલુ થઈ ગયું છે. ગયા અઠવાડિયામાં મુશળધાર વરસાદમાં કુર્લાના કામાણી વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. ચાંદીવલીના શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડેએ એ માટે કૉન્ટ્રૅક્ટરને જવાબદાર ગણાવ્યો હતો. કૉન્ટ્રૅક્ટરે નાળાસફાઈ યોગ્ય રીતે કરી ન હોવાનો આરોપ કરીને તેને નાળાના ગંદા કદડાથી નવડાવી નાખ્યો હતો. કૉન્ટ્રૅક્ટરને પાઠ ભણાવવાનો દાવો કરનારા શિવસેનાનો જોકે આ એક સ્ટંટ સાબિત થયો હતો. કારણ કે જેને શિવસેનાએ કૉન્ટ્રૅક્ટર ગણાવ્યો હતો, તે તો કૉન્ટ્રૅક્ટરનો સુપરવાઇઝર હતો.
મુંબઈ માં આ બે દિવસ જોરદાર વરસાદ પડશે. યલો એલર્ટ જાહેર. જાણો તારીખ.
નર્પતકુમાર નામનો આ યુવક મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યો હતો. થોડા સમય પહેલાં જ તેણે કૉન્ટ્રૅક્ટર માટે કામ કરવાનું ચાલુ કર્યું હતું. આ બનાવ બાદ તેને શારીરિક અને માનસિક આઘાત લાગ્યો હોવાનું તેણે કહ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. દિલીપ લાંડે સામે ગુનો નહીં નોધ્યો તો આત્મહત્યા કરવાની તેણે ધમકી પણ આપી હતી.