ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મધરાતથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈ જળબંબાકાર થઈ ગઈ છે. મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયેલાં છે. રસ્તા પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ છે. લોકલ ટ્રેન બંધ હોવાથી ખાનગી વાહનમાં અથવા બસમાં જનારા મોટા ભાગના લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એથી ટ્રાફિક પોલીસે મુંબઈમાં જે સ્થળોએ પાણી ભરાયાં છે, એની યાદી બહાર પાડીને એ રસ્તાને બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
ભારે વરસાદને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ ભરાયાં પાણી; રેલવેએ જાહેર કર્યું આ એલર્ટ, જાણો વિગત
મુખ્યત્વે નેતાજી પાલકર ચોક, એસ. વી. રોડ, બહેરામબાગ જંક્શન, સક્કર પંચાયત ચોક, નીલમ જંક્શન, ગોવંડી, હિંદમાતા જંક્શન, ગાંધી માર્કેટ, માનખુર્દ, અંધેરી સબ-વે, ખાર સબ-વે, મલાડ સબ-વે, ઇકબાલ કમાણી જંક્શન, ધારાવી રેસ્ટોરાં વિસ્તાર, ધારાવી- સાયન જંક્શન, કિંગ સર્કલ તથા ગૌરીશંકર નગર, કુર્લા વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.