ચાલબાજ ચીન હિમાલયની ઠંડીમાં ઠુંઠવાયું, એક વર્ષમાં 90 ટકા સૈનિકોની કરી બદલી 

by Dr. Mayur Parikh

પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તૈનાત ચીની સૈનિકોની બદલી કરવામાં આવી છે 

વિશ્વના સૌથી દુર્ગમ યુદ્ધ ક્ષેત્રોમાંના એક હિમાલયના પર્વતીય વિસ્તારો પર નિયુક્ત ચીનના સૈનિકોના જીવ જોખમમાં મુકાયા છે. તેઓ હિમાલયની ઠંડીનો સામનો કરી શક્યા નથી. 

આ જ કારણથી ચીને એક વર્ષમાં 90 ટકા સૈનિકોને બદલવા પડયા છે અને જૂના સૈનિકોને બદલીને નવા સૈનિકો ગોઠવવા પડયા છે.

જોકે ચીન હવે સૈનિકોને પાછા બોલાવવા સંમત થયા પછી આ બાબતે ઠાગાઠૈયા કરી રહ્યું છે. ચીને ગોગરા-હોટ સ્પ્રિંગ પરથી સૈનિકોને હટાવવાનો ધરાર ઈનકાર કરી દીધો છે. 

ભારત પણ દર વર્ષે તેના જવાનો બદલે છે, પરંતુ ભારતે બધા જ જવાનોને બદલવાની જરૂર નથી પડી. ભારત અંદાજે 40થી 50 ટકા જેટલા જવાનોની જ બદલી કરે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ શરૂ થયો હતો અને ૧૬મી જૂને ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈન્ય વચ્ચે અથડામણ થયા પછી સરહદ પર તંગદીલી વધી હતી. 

 મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રૉક કે પછી સુપર ફ્લૉપ નિર્ણય; વધુ વિગત જાણો અહીં 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment