પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે સવાર-સવારમાં એક ભયાનક રેલ દુર્ઘટના ઘટી છે.
સિંધના ડહારકી વિસ્તારમાં 2 ટ્રેન સામસામે અથડાવાના કારણે 30થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 50 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.
જોકે મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસમાં ટક્કરમાં મરનારાઓની સંખ્યા વધવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે, કેમ કે હજુ પણ અનેક લોકો ડબ્બાઓમાં ફસાયેલા છે.
મિલ્લત એક્સપ્રેસના ડબ્બાઓ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર જતી રહી હતી અને સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. આ કારણે મિલ્લત એક્સપ્રેસના આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન સહિત ચાર ડબ્બાઓ ટ્રેક ઉપરથી નીચે ઉતરી ગયા હતા.
બોલીવુડના પીઢ અભિનેતા દિલીપકુમારની તબિયતને લઇ આવ્યા અપડેટ ; જાણો હાલ કેવી છે તેમની તબિયત
Join Our WhatsApp Community