ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન 2021
શનિવાર
મહારાષ્ટ્ર સરકારે સોમવારથી રાજ્યમાં પાંચ લેવલમાં અનલૉક હટાવી દેવાની જાહેરાત કરી હતી. શુક્રવારે મોડી રાતે એ મુજબનો આદેશ બહાર પાડ્યો હતો.
જોકે આ અનલૉક શહેર અને જિલ્લાના પૉઝિટિવિટી રેટ અને હૉસ્પિટલમાં ઉપલબ્ધ રહેલા ઑક્સિજન બેડની ઑક્યુપેન્સી રેટના આધારે જાહેર કરવામાં આવ્યા છે. એથી એમાં જો દર અઠવાડિયામાં કોઈ ફેરફાર થયો તો જે-તે શહેર તથા જિલ્લાનું લેવલ બદલાઈ જશે તેમ જ એ મુજબ અનલૉકમાં મળેલી છૂટછાટમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.
મહારાષ્ટ્રનાં જિલ્લા અને શહેરોને તેમના પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડના ઑક્યુપેન્સી રેટના આધારે સરકારે જુદી-જુદી શ્રેણીમાં વિભાજિત કરી દીધા છે. એ મુજબ જે જિલ્લા અને શહેરને લેવલ 1માં મૂકવામાં આવશે, એનો વીકલી પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોવો જરૂરી રહેશે અને ઑક્સિજન બેડનો ઑક્યુપેન્સી રેટ 25 ટકાથી ઓછો હોવો જોઈએ.
મહારાષ્ટ્ર ની આ બેંકનું ખાનગીકરણ થશે; બીજી બેન્કોનો પણ નંબર લાગી ગયો જાણો વિગત
લેવલ 1ની કૅટૅગરીમાં આવતાં શહેર અને જિલ્લાને તમામ નિયંત્રણોમાંથી રાહત આપવામાં આવી છે. અહીં તમામ પ્રવૃત્તિને સોમવારથી ચાલુ કરવાની મંજૂરી મળી છે. એટલે કે અહીં દુકાનો, રેસ્ટોરાં, થિયેટર, પબ્લિક પ્લેસ બધું ખૂલી જશે. ખાનગી ઑફિસ ચાલુ કરી શકાશે, સ્પૉટર્સને લગતી તમામ પ્રવૃત્તિ કરી શકાશે, લગ્નપ્રસંગ સહિત અંતિમવિધિમાં લોકોને જોડાવાની છૂટ આપવામાં આવી છે. લોકલ ટ્રેનમાં અહીં પ્રવાસ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.
જે શહેરો અને જિલ્લામાં પૉઝિટિવિટી રેટ પાંચ ટકા સુધી છે અને ઑકિસજન બેડના ઑક્યુપેન્સી રેટ 25-40 ટકા છે એ શહેરો લેવલ 2માં આવશે. અહીં તમામ દુકાનોને ખૂલી રાખવાની છૂટ સાથે મૉલ, થિયેટર, નાટ્યગૃહને 50 ટકા કૅપેસિટી સાથે ખુલ્લાં રાખવાની છૂટછાટ મળશે.
જે શહેર અને જિલ્લામાં 5થી 10 ટકા પૉઝિટિવિટી રેટ અને 40-60 ટકા ઑક્સિજન બેડનો ઑક્યુપેન્સી રેટ હશે એ લેવલ 3માં આવશે. અમુક નિયંત્રણો સાથે છૂટછાટ હશે, જેમાં અહીં ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જોકે મૉલ, થિયેટર વગેરેને છૂટ આપવામાં આવી નથી
વધુ એક અભિનેત્રીએ વેક્સિન લેવા માટે બનાવ્યું નકલી ID કાર્ડ, હવે પકડાઈ ગઈ; જાણો વિગતે
જે શહેર અને જિલ્લામાં 10થી 20 ટકા પૉઝિટિવિટિ રેટ અને 60થી 70 ટકા ઑક્સિજન બેડનો ઑક્યુપેન્સી રેટ હશે એ લેવલ 4માં આવશે. અહીં સાંજે ચાર વાગ્યા સુધી અતાવશ્યક દુકાનો ખૂલી રહેશે, બાકીની બંધ રહેશે. વીકએન્ડમાં અગત્યના કામ સિવાય બહાર જવાની છૂટ નહીં મળે.
તો જ્યાં પૉઝિટિવિટી રેટ 20 ટકા અને એનાથી ઉપર છે અને ઑક્સિજન ઑક્યુપેન્સી રેટ 75 ટકાથી ઉપર છે એ શહેર અને જિલ્લા લેવલ પાંચમાં આવશે. ત્યાં કોઈ પ્રકારની રાહત નહીં મળે. એટલે કે અહીં લૉકડાઉનમાં કોઈ રાહત આપવામાં આવી નથી.