ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
જૉન્સનઍન્ડ જૉન્સનના બૅબી પાઉડર અને ટેલકમ પાઉડરથી કૅન્સર થવા બદલ હવે કંપનીને 14,500 કરોડ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો વારો આવ્યો છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલત દ્વારા નીચેલી કોર્ટે આપેલા આદેશ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
જૉન્સનઍન્ડ જૉન્સન કંપનીના પાઉડરનો ઉપયોગ કર્યા બાદ અમુક મહિલાઓને એની આડઅસરના ભાગરૂપે કૅન્સર થયું હતું. કંપનીના મતે મિસોરી રાજ્યની નીચલી કોર્ટની સુનાવણી દરમિયાન તેમને પોતાનો પક્ષ મૂકવાની યોગ્ય તક મળી ન હતી. આ કોર્ટ દ્વારા 400 કરોડ ડૉલરનું વળતર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જોકે હાઈકોર્ટમાં અપીલ બાદ વળતરની રકમ અડધી કરવામાં આવી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ, વધુ એક ભાવવધારો ઝીંકાયો ; જાણો આજના નવા રેટ
ઉલ્લેખનીય છે કે કંપની સામે બાવીસ મહિલાઓએ વળતરનો દાવો કરીને પાઉડરથી કૅન્સર થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. કંપનીએ પોતાની વાત પર અડી રહી હતી કે પાઉડર સુરક્ષિત છે, પરંતુ અંદર છાનેખૂણે બજારમાં ઘટી રહેલી માગનું કારણ આપીને પાઉડરનું વેચાણ બંધ કરી દીધુ હતું.9000 મહિલાઓએ કંપની સામે આવો કેસ કરેલો છે.