ભારતરત્નથી સન્માનિત આ એકમાત્ર એવી વ્યક્તિ છે, જેણે નિ:શુલ્ક હવાઈ સેવાનો લાભ લીધો, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

બુધવાર

ભારતરત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક ઍવૉર્ડ છે. બધા ભારતરત્નથી સન્માનિત ઍર ઇન્ડિયાની  ફ્લાઇટ્સમાં આજીવન મફત હવાઈ મુસાફરીના હકદાર છે અને એ પણ સર્વોચ્ચ વર્ગમાં. એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે RTI ફાઈલ કરી ઍર ઇન્ડિયાને આ અંગે સવાલ પૂછ્યો હતો કે આ સ્કીમ ક્યારથી શરૂ કરવામાં આવી? અમર્ત્ય સેને કેટલી વાર આ લાભ મેળવ્યો છે? અને તેમના આ નિ:શુલ્ક પ્રવાસનું નાણાકીય મૂલ્ય કેટલું છે?

RTIના જવાબમાં ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભારતરત્નથી સન્માનિત લોકોને નિ:શુલ્ક હવાઈ પ્રવાસની યોજના ૨૦૦૩માં શરૂ કરવામાં આવી હતી. એ સમયે અટલ બિહારી વાજપાયી વડા પ્રધાનપદ પર હતા. અમર્ત્ય સેન વિશે, ઍર ઇન્ડિયાએ મીડિયા હાઉસે કરેલી RTIના જવાબમાં કહ્યું હતું કે તેમણે 2015થી લઈને 2019 સુધી 21 વખત આ સુવિધાનો લાભ લીધો છે. ઍરલાઇન્સે જણાવ્યું હતું કે "તેમના પ્રવાસના નાણાકીય મૂલ્યની આકારણી કરી શકાતી નથી, કારણ કે મુસાફરીના સમય અને તારીખ પરના ભાડાની માહિતી ઉપલબ્ધ નથી.”

ભારતમાં કોરોનાની ગતિ ફરી વધી, છેલ્લા 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ આવ્યા સામે ;  જાણો આજના તાજા આંકડા

ઉલ્લેખનીય છે કે ભારતરત્ન આજ સુધીમાં 48 લોકોને આપવામાં આવ્યો છે. પ્રોફેસર અમર્ત્ય સેન સિવાય ફક્ત ત્રણ અન્ય ભારતરત્નથી સન્માનિત વ્યક્તિઓ છે જે હજી જીવંત છે – લતા મંગેશકર (2001), સચિન તેંડુલકર (2014) અને પ્રોફેસર સી. એન. આર. રાવ (2014).

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More